સ્માર્ટ સિટી પાયાની સુવિધામાં ઊણી ઊતરી છે:સૌથી વધુ 392 કરોડ ટેક્સ ચૂકવતાં પ. ઝોનમાંથી લાઈટ, સફાઈ, ઢોરના ત્રાસની સૌથી વધુ 76,485 ફરિયાદ મળી

જૈનુલ અન્સારી અમદાવાદીઓને લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી. ખુદ મ્યુનિ.ના આંકડા આ બાબતનો પુરાવો આપે છે. પ્રત્યેક ઝોનમાં રસ્તે રઝળતાં ઢોરનો ઉપદ્રવ પણ વધ્યો છે. કોર્પોરેશનના કોમ્પ્રિહેન્સિવ કમ્પલેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) પર 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીના માત્ર 6 મહિનામાં 3.47 લાખ ફરિયાદ મળી હતી. પશ્ચિમ ઝોનના લોકો સૌથી વધુ 391.81 કરોડ ટેક્સ ભરતા હોવા છતાં આ ઝોનમાંથી જ પાયાની સુવિધાઓ અંગે સૌથી વધુ 76,485 ફરિયાદ મળી હતી.

પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી
મ્યુનિ.ને મળેલી કુલ ફરિયાદોમાંથી 60 ટકા એન્જિનિયરિંગ વિભાગને લગતી છે. સીસીઆરએસના ડેટા અનુસાર રોડ પર ભૂવા, તૂટેલા રોડ, ગટરો ભરાઈ જવી તેમજ ઈજનેર વિભાગને લગતી સૌથી વધુ 2.05 લાખ ફરિયાદ મળી હતી. મધ્ય ઝોનમાંથી સૌથી વધુ 49 હજાર ફરિયાદ ઈજનેર વિભાગને લગતી હતી. 2023ના પ્રથમ 6 મહિનામાં મળેલી કુલ 3.47 લાખ ફરિયાદમાંથી મોટાભાગની ફરિયાદનો નિકાલ કરી દેવાયો હોવાનો મ્યુનિ. ચોપડે દાવો કરાયો છે. જો કે, આજની તારીખે પણ 10,680 ફરિયાદનો નિકાલ કરવાનો બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *