પ્રેમ લગ્નની અદાવતે યુવક પર હુમલો:નિકોલમાં સાળાના મિત્રોએ ઘરે આવીને ઝઘડો કરતા ભાઈ વચ્ચે પડ્યો; બંને ભાઈને લાકડાના ડંડાથી ફટકાર્યા

પ્રેમ લગ્ન કરનાર યુવકને તેના સાળાના મિત્રે માર માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ‘તે પ્રેમ લગ્ન કેમ કર્યા કહીને યુવકને માર મારવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

‘તમે આ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે’ કહી ઝઘડો કર્યો
નિકોલ વિસ્તારમાં અર્જુન શર્મા પરિવાર સાથે રહે છે અને ઓઢવ ખાતે પ્લાસ્ટીકના કારખાનામાં નોકરી કરે છે. ગત 16 જુલાઈએ તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા. આ દરમિયાન સાળાના મિત્ર અમન ભદોરીયા અને તેનો મિત્ર ઘરે આવી ‘તમે આ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે’ કહી બિભત્સ શબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

લાકડાના ડંડાથી હુમલો કર્યો
અર્જુનભાઈએ શખસોને ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારે અમન ઉશ્કેરાઈને અર્જુનભાઈ પર લાકડા વડે હુમલો કર્યો હતો. તે સમયે અર્જુનભાઆઈને તેમનો નાનો ભાઈ છોડાવવા વચ્ચે પડતા તેની પર પણ લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. જેથી બૂમાબૂમ થતા અર્જુનભાઈની પત્ની તેમજ મકાન માલીક આવી જતા આ બંને શખસો ત્યાંથી નાસી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે અર્જુનભાઈએ સાળાના મિત્ર અમન તથા તેના મિત્ર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *